ઉત્તરાયણમાં અનેક પક્ષીઓ કાતિલ પતંગની દોરી થી ઘવાતા હોય છે ત્યારે મોરબીમાં કર્તવ્ય જીવ દયા ગ્રુપ દ્વારા મને બચાવો પક્ષી અભિયાન અંતર્ગત 100 જેટલા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
કર્તવ્ય જીવ દયા ગ્રુપના વિશ્વભાઈ પટેલના જણાવ્યા અનુસાર મોરબીમાં મેને બચાવો પક્ષી અભિયાન અંતર્ગત પતંગની દોરી થી ઘવાયેલા પક્ષીઓ માટે સારવાર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આ તકે ઉતરાયણના દિવસે ૧૦૦ થી વધુ પક્ષીઓ ધવાયા હતા જે સારવાર અર્થે આવ્યા હતા જેમાં 90 જેટલા પક્ષીઓની સારવાર કરાઈ હતી જયારે 10 થી 12 પક્ષીઓના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. આ ઉપરાંત આજે પણ ૧૦ થી વધુ પક્ષીઓ ધાયલ થતા તેની સારવાર કરવામાં આવી હતી.
કર્તવ્ય જીવ દયા ગ્રુપના દેવરાજભાઈએ જણાવ્યું કે, હવે જ્યારે ઉત્તરાયણ પર્વ સમાપ્ત થયું છે ત્યારે તમામ શહેરીજનોએ પોતાના ઘર કે ધાબા પર લટકતી દોરી કે પતંગો ને સલામત સ્થળે ખસેડવા તથા સળગાવી નાખવા માટે અપીલ કરી છે. કારણકે આ લટકતી દોરી થી અનેક પક્ષીઓ અને મનુષ્યને પણ નુકશાન થતું હોવાથી વેસ્ટ દોરી,પતંગ નો યોગ્ય નિકાલ કરવો જોઈએ.