હળવદ માં માનવતા નેવે મુકાઈ : પોસ્ટઓફીસ પાછળના વિસ્તારમાં શ્વાન પર ફાઇરીંગ કર્યું : પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી
- Advertisement -
- Advertisement -

- હળવદ ની પોસ્ટ ઓફીસ પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ શ્વાનને ગોળી મારી મોતને ઘાત ઉતારી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી ક્ષહે ત્યારે અબોલ જીવની હત્યા થતા જીવદયા પ્રેમીઓમા રોષ જોવા મળ્યોછે હાલ પોલીસે શ્વાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે આ બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે જેમાં પ્રાથમિક તપાસમાં હળવદમા પોસ્ટ હોફીશ પાછળની શેરીમા રાત્રી દરમિયાન કોઈ વિઘ્ન સંતોષી તત્વોએ ફાયરીગ કરી શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધુ છેઆ બનાવથી હળવદ જીવદયાપ્રેમીમા રોષ ફેલાયો હતો અને મૃત્યુ પામેલ શ્વાનનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કામગીરી હાથ ધરાઈ છે સાથે જ આવું અમાનવીય કૃત્ય આચરનાર તત્વોને પકડી પાડી પોલીસ કાયદેસર કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓ એ માંગણી કરી કજર ત્યારે ભૂતકાળમાં પણ હળવદ માં છાસવારે અબોલજીવો પર થતા અત્યાચારો બંધ થાય તે અંગે ઘટતી કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠવા પામી છે હાલ હળવદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી અજાણ્યા શખ્સોએને પકડવા ચક્રો ગતિમાન કર્યા શ્વાનના મૃતદેહને પીએમ અર્થે ગાંધીનગર લેબમા મેકલવામા આવ્યુ છે ત્યારે આવા અમાનવીય તત્વો વિરુદ્ધ હળવદ વાસીઓમાં પણ રોષ વ્યાપી ગયો છે.


 
                                    






