Thursday, November 5, 2026
HomeGujaratહળવદના સુખપર નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવી અમદાવાદના ૨૪ વર્ષીય યુવાનનો આપઘાતl

હળવદના સુખપર નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવી અમદાવાદના ૨૪ વર્ષીય યુવાનનો આપઘાતl

મોરબી જિલ્લાના હળવદ-માળિયા હાઈવે પર સુખપર ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના ૨૪ વર્ષીય યુવાને ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. એલ્યુમિનિયમ સેક્શનનો વ્યવસાય કરતા યુવાનને ધંધામાં આર્થિક સંકળામણ આવતા આ પગલું ભર્યું હોવાનું પોલીસ નોંધમાં સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી બુહરાણી સોસાયટીમાં રહેતા મુફદલભાઈ રાજકોટવાલાના ૨૪ વર્ષીય પુત્ર મોહમદભાઈ મુફદલભાઈ રાજકોટવાલા એલ્યુમિનિયમ સેક્શનનો વ્યવસાય કરતા હતા. ધંધામાં આર્થિક મુશ્કેલી ઊભી થતાં તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને હળવદ તાલુકાના સુખપર ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.જોકે, યુવાનને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તેમના પિતા મુફદલભાઈ રાજકોટવાલાએ જાણ કરતાં હળવદ પોલીસે અકસ્માતે મોત અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૯૪ મુજબ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!