Thursday, November 5, 2026
HomeGujaratમોરબીના કાલીકાનગર ગામે છાતીમાં દુખાવો ઉપડતા આધેડનું મોત

મોરબીના કાલીકાનગર ગામે છાતીમાં દુખાવો ઉપડતા આધેડનું મોત

મોરબી તાલુકાના કાલીકાનગર ગામે રહેતા એક આધેડને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, કાલીકાનગર ગામના રહેવાસી શિવલાલ વસ્તાભાઈ બોસિયાને તા. ૪ નવેમ્બરના રોજ વહેલી સવારે ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી પરિવારજનો દ્વારા તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલના તબીબ ડો. ડી.ડી. કાનાણીએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોત અંગે BNSS કલમ ૧૯૪ મુજબ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!