મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં આવેલા મામા કેમિકલ કારખાનામાં રહેતી ચાર વર્ષની બાળકી રમતા રમતા ટેબલ પરથી નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ હળવદ તાલુકાના કિડી ગામની વતની અને હાલ બેલા રંગપર ગામની સીમમાં આવેલા મામા કેમિકલ કારખાનામાં રહેતા રાકેશભાઈ ચીપરાની ચાર વર્ષની પુત્રી પ્રીન્સાબેન ગત તા. ૨૬ ઓક્ટોબરના રોજ રમતી વખતે ટેબલ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં બાળકીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જોકે, આઠેક દિવસની સારવાર બાદ તા. ૪ નવેમ્બરના રોજ સવારે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે રાજકોટની સીનર્જી હોસ્પિટલના તબીબ ડો. ગજેરાએ જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત અંગે BNSS કલમ ૧૯૪ મુજબ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






