ટંકારાના નેસડા ગામમાં નરભેરામભાઇ ગંગારામભાઇ જીવાણીની વાડીએ રહેતા કિશનભાઇ આન્તુભાઇ તોમરના પત્ની ગંડુબેન (ઉ.વ. ૨૦)એ ગત તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫ વાગ્યા આસપાસ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, પ્રથમ સારવાર ટંકારાની સરકારી હોસ્પિટલમા લઇ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમા રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તા. ૧ ઓક્ટોબરના રોજ તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકના લગ્નને ૧ વર્ષ થયું છે. હાલમાં પોલીસ દ્વારા બનાવની આગળની કાર્યવાહી કરવામાં આવી છે.