દિવાળીની રાત્રે આશરે ૮:૩૦ વાગ્યે ટંકારા-લતીપર હાઇવે પર આવેલા એક ખેતરના કૂવામાં ૧૪ વર્ષનો બાળક પડી ગયો હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાં જ મોરબી મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ કૂવામાં શોધખોળ અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
કૂવામાંથી બહાર કઢાયેલા બાળકની ઓળખ હિરાપર ગામના નિલેશ પછાયા (ઉંમર વર્ષ ૧૪) તરીકે થઈ હતી.આમ, દિવાળીના તહેવાર દરમિયાન આગની અનેક ઘટનાઓ ઉપરાંત કૂવામાં પડેલા બાળકના રેસ્ક્યૂ સહિતની કામગીરીમાં મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગના જવાનો આખી રાત ખડેપગે રહી ફરજ નિભાવી હતી.






