મોરબીના ખાટકીવાસ અને વાંકાનેર શહેરમાં વરલી મટકાના આંકડા લઇ જુગાર રમતા બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
મોરબીના ખાટકીવાસ ચોકમાં વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમતા તારમામદભાઈ ઈસ્માઈલભાઈ જુનાણી (ઉ.વ.૪૬ રહે. કુબેરનાથ મેઈન રોડ દરીયાલાલના મંદીરની પાછળ મોરબી)ને પોલીસે ઝડપી લીધો હતો. આ શખ્સના કબજામાંથી પેન, સહિતનું સાહિત્ય મળી કુલ 570 રૂપિયાની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક કેસની વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસ મથક નજીક હાઈવે રોડ ઉપર આવેલ રેલ્વે નાળા નજીક વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા કાસમભાઈ સલીમભાઈ બસેર નામના 27 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે વાંકાનેરના આરોપી પાસેથી સાહીત્ય ચિઠ્ઠી નંગ-૩, તથા બોલપેન સહિત કુલ રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.