Monday, April 29, 2024
HomeGujaratમોરબીના રંગપર નજીક કાળમુખા ડમ્પરની ઠોકરે બાઈકચાલક યુવાનનું મોત સહિત જિલ્લામાં અપમૃત્યુના...

મોરબીના રંગપર નજીક કાળમુખા ડમ્પરની ઠોકરે બાઈકચાલક યુવાનનું મોત સહિત જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં આજે મૃત્યુના બે બનવો સામે આવ્યા છે જેમાં મોરબી તાલુકાના રંગપર નજીક કાળમુખા ડમ્પરે ઠોકર મારતા બાઈક ચાલકનું મોત અને મોરબી શહેરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં કાળ બનીને દોડતા ડમ્પરે આજે વધુ એક બાઈક ચાલકનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે જેમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની દુકાન નજીક અજાણ્યાં ડમ્પર ચાલકે પુર પાટ વેગે ડમ્પર હંકારી બાઈક નં. જીજે ૧૩ એસ ૫૩૨૫ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક રામુ નામના યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. જે અકસ્માતમાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યું હતુ.

અકસ્માત બાદ આરોપી ડમ્પરચાલક નાશી છૂટતા મૃતકના ભાઈ રામશ્યામ રામસ્નેહી નિશાદ (ઉ.વ. ૨૫ રહે. હાલ રંગપર યશપાલસિંહની ઓરડીમા તા.જી. મોરબી) એ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અપમૃત્યુના વધુ એક બનાવની જાણવા મળતી વિગત અનુસાર મોરબીના પંચાસર રોડ પર આવેલ ભારતપરા સીદીકી
મદ્રેથાની બાજુમાં રહેતા મોહથીમભાઇ જીનુથભાઇ સુમરાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો.જે દરમિયાન તેનું મોત નિપજયું હોવાનું સામે આવ્યું હતું આથી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મોત અંગેનુ કારણ જાણવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!