મોરબી નગરપાલિકા હસ્તકના વોર્ડ નં. ૧૧ અને વોડ નં. ૧૩ના દલિત વાસમાં સી.સી. રોડ અને પેવર બ્લોકના અંદાજે ૨ કરોડ ૮૦ લાખ રૂપિયાના કામોનું ખાતમૂહુર્ત પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે શનિવારે મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના તમામ વિસ્તારોનો સમતોલ વિકાસ કરવા માટેની પ્રણાલી મુજબ આગળ વધી રહ્યા છીએ. મોરબીનો સમતોલ વિકાસ ના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે ત્યારે શહેરના નટરાજ ફાટકના ઓવરબ્રિજ બનશે જેથી ટ્રાફીકની સમસ્યાનું સમાધાન થશે. આ કામો અંતર્ગત દલિતવાસ વિસ્તારમાં પેવર બ્લોકનું કામ અંદાજે ૭૮ લાખ રૂપિયાના ખર્ચે જ્યારે ગોકુળનગર મેઇન રોડ પર સી.સી. રોડ તથા રોડ ડિવાઇડરનું કામ અંદાજે ૨ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અનેઆ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, પ્રાંત અધિકારી ડી.એ ઝાલા, ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન, સદસ્યો ,અગ્રણીઓ સહિત સ્થાનિક હોદ્દેદારો તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.