Monday, November 25, 2024
HomeGujaratધંધુકા હત્યા પ્રકરણના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે વાંકાનેરમાં સમસ્ત હિન્દૂ...

ધંધુકા હત્યા પ્રકરણના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે વાંકાનેરમાં સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું

ધંધુકા ખાતે થયેલ કિશન ભરવાડ નામના માલધારી યુવાનની હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને ઠેર ઠેર રેલી તેમજ આવેદનપત્ર પાઠવી હત્યારાઓને ફાંસીની સજાની માંગો ઉઠી રહી ત્યારે વાંકાનેરમાં પણ પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા વિશાળ રેલી નિકળી હતી.

- Advertisement -
- Advertisement -

પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ રેલી વાંકાનેર માર્કેટ ચોક ખાતેથી નીકળી મુખ્ય માર્ગે થઈ સેવા સદન ખાતે પહોંચી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતી જેમાં હિન્દૂ સમાજ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે ધંધુકામાં થયેલ કિશન ભરવાડ નામના યુવાનની હત્યામાં સંડોવાયેલા વિધર્મી સમાજના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેમજ આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને મૃત્યુ પામનાર કિશન ભરવાડને ન્યાય મળે. આ રેલીમાં સંતો મહંતો, શિવસેના, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વીએચપી, કરણીસેના ગૌરક્ષા દળ, એકલિંગજી સેના, ભીમસેના, તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં હિન્દૂ સમાજના લોકો જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!