મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં પોક્સો જેવા ગંભીર ગુન્હામા સંડોવાયેલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ઊંડી તપાસ કરી અને પુરાવાઓ એકત્રિત કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીને આજીવન કારાવાસની સજા અને દંડનો હુકમ કર્યો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયા બાદ કુકર્મ કરી બોથડ પદાર્થના ઘા ઝીંકી તેનું મોત નિપજાવ્યુ હતું. આ પ્રકરણમાં મોરબી સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન તા.૨૯ / ૦૪ / ૨૦૧૪ ના રોજ ગુન્હો દાખલ થયો હતો.જેની પીઆઇ આર.એ સોઢાને સોંપવામાં આવી હતી. જેની ઉંડી તપાસ કરી આ ગુન્હામા સંડોવાયેલ આરોપી બાબુદાસ મથુરદાસ દેવમુરારી (રહે. હાલ મોરબી મુળ રાજસ્થાન) ને પોલીસે ઝડપી લીધો હતો. જેની ચાર્જશીટ કરવામાં આવેલ જે કેશ મોરબી સ્પેશયલ જજ ( પોક્સો કોર્ટ ) અને એડી સેસન્સ જજ એમ . કે . ઉપાધ્યાયની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.સી.દવેની દલીલો અને ૨૫ સાક્ષીઓ અને ૪૪ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી બાબુદાસ મથુરદાસ દેવમુરારીને કસૂરવાર ઠેરવી જીંદગીના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા અને તથા ૩૨,૫૦૦ નો દંડનો હુકમ કર્યો હતો.
અન્ય એક કેસમાં ટંકારા પંથકની સગીરાનું અપહરણ કરી લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપી પપ્પુભાઇ નરસીંગભાઇ ભુરીયા (રહે.હાલ મોરબી મુળ રહે . મધ્યપ્રદેશ)ને પોલીસે દબોચી લીધો હતો.જે કેસમાં ચાર્જશીટ રજૂ કરાયા બાદ મોરબી સ્પેશયલ જજ ( પોક્સો કોર્ટ ) અને એડી સેસન્સ જજ એમ , કે , ઉપાધ્યાયની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.સી.દવેની દલીલો અને ૧૪ સાક્ષીઓ અને ૩૧ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી પપ્પભાઇ નરસીંગભાઇ ભુરીયાને જીંદગીના અંતિમ શ્વાસ સુધીની કેદ અને રૂ .૩૦,૦૦૦ / -ના દંડ ફટકાર્યો હતો.
વધુમાં હળવદ તાલુકામાં 16 વર્ષની તરુણી સાથે આરોપીએ શરીર સબંધ બાંધી , ધાક ધમકી આપી , મરી જવા મજબુર કરી હતી જે અંગે ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકરણની તપાસ તપાસ પીઆઇ એમ.વી.ઝાલાને સોંપવામાં આવી હતી.ત્યારબાદ ગુન્હામાં ઉંડાણપુર્વક તપાસ કરી આ કામનાં આરોપી અશોકભાઇ દિપસિંગ નાયક (રહે. હાલ મોરબી , મુળ રહે,પંચમહાલ)ને પકડી પાડી તેના વિરૂધ્ધ પુરાવા એકઠા કરી , ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. જે કેસ મોરબી સ્પેશયલ જજ (પોક્સો કોર્ટ) અને એડી. સેસ જજ એમ.કે.ઉપાધ્યયની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.સી.દવેની દલીલો અને ૧૮ સાક્ષીઓ અને ર ૮ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી અશોકભાઇ દિપસિંગ નાયકને ગુન્હેગાર ઠેરવી બાકી આજીવન કેદ અને રૂ , ૩૦,૦૦૦ / – ના દંડ ફટકારવામાં આવ્યો હતો.