મોરબીની ગાયત્રી સોસાયટીમાં રહેતા અને એસી રિપેરીંગના વ્યવસાય સાથે સંકળાયેલ શખ્સની દાદાગીરી અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીની અંકુર સોસાયટીમાં આવેલ શુબ રેસ્ટોરન્ટની પાછળ રહેતા 45 વર્ષીય યુવાન દિપકભાઈ મોહનભાઈ ચંદવાણીએ મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી સોસાયટીમાં રહેતા ભવદીપભાઇ રમેશભાઇ કાનાણી વિરુદ્ધ મોરબી સીટી એ. ડિવીઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ભવદીપભાઈ એ.સી રીપેરીંગ આવતા હતા જેના રૂપિયા પણ તેઓએ સમયસર આપી દીધા હતા છતાં પણ આરોપી ભવદીપે અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરી રીપેરીંગ ના રૂપીયા બાબતે અલગ અલગ મોબાઇલ નંબર ઉપરથી વોટસઅપ કોલ, વીડીયો કોલ, ફોન કરીને બેફામ વાણી વિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ.,૫૦૭,૫૦૪,,૫૦૬(૨) મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.