મોરબી જિલ્લામાં આજે અકસ્માતના વધુ ત્રણ બનાવો સામે આવ્યા છે જેમાં બાઈક અને ઇનોવા કાર તથા બે બાઇકો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
મોરબીના ગેંડા સર્કલથી માળીયા ફાટક તરફના રસ્તે આવેલ ડો.આશીષ ત્રિવેદીની હોસ્પિટલ નજીક બાઈકના GJ-13-
QQ-4309 ના ચાલકે બેફામ સ્પીડે બાઈક ચલાવી રોડ ક્રોસ કરતા રમેશભાઇ મનજીભાઇ વાઘેલા નામના ૩૯ વર્ષીય યુવાન (મોરબી-૨ ગુ.હા. બોર્ડ, મૂળ ગામ-રાપર જી.કચ્છ ભુજ)ને અટફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રમેશભાઈને ગોંઠણના ભાગે છોલછાલ તથા ઘુંટીના ઉપરના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાતા ઇજાગ્રસ્તએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
અકસ્માત અંગેના વધુ એક કેસની જાણવા મળતી વિગત અનુસાર માળીયા કંડલા હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામ નજીક ઇનોવા કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇનોવા કાર નંબર GJ-01 RC-5556 ના ચાલકે પુરપાટ વેગે કાર ચલાવી મોટરસાઇકલને પાછળથી ઠોકરે લીધી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક રાહુલભાઇ કનકસિંહ વૈધ (ઉ.વ.૩૮ રહે.માંડવી માંડલીયા શેરી) નીચે પાડી જતા નાકના ભાગે ગંભીર ઇજા થઈ હતી. વધુમાં જમણા પગમા નળાના ભાગે ફેકચર તથા મોટરસાઇકલ અને સાહેદની રીક્ષાને નુકશાન કરતા રાહુલ ભાઈએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ઇનોવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુ એક અકસ્માત અંગેના કેસની વિગત મુજબ મોરબીના લીલાપર રોડ પર સર્જનમ ફાર્મ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોરબીના કેનાલ રોડ પર રહેતા જેઠાભાઈ નકુમ નામના આધેડ પોતાનું બાઈક રજી.નં.જીજે.૩૬.એએ.૨૦૩૦ નું લઈને રોડ ઉપર જતા હતા આ દરમિયાન બાઈક રજી.નં.જીજે.૩૬.એમ.૨૭૯૧ ના બેફામ સ્પીડે બાઈક ચલાવી જેઠાભાઈના બાઇક સાથે અથડાવતા અકસ્માત થયો હતો. જેમાં જેઠાભાઈને નાની મોટી ઈજાઓ તથા માથામાં અને જમણા પગમાં ફેકચર જેવી ઈજાઓ થતા ઇજા ગ્રસ્તમાં પુત્ર કાનજીભાઈ જેઠાભાઈ નકુમેં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.