Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના જેતપર-રાપર માર્ગ વચ્ચે આવેલ ટીંબી સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબીના જેતપર-રાપર માર્ગ વચ્ચે આવેલ ટીંબી સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકાના જેતપરથી રાપરને જોડતા માર્ગ પર આવેલ ટીંબીની સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના જેતપર ગામથી રાપર ગામ તરફ જતા રસ્તે આવેલ ટીંબી નામની સીમમા આવેલ બાવળની ઝાડીમા જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને બાતમી મળી હતી જેને લઈને મોરબી તાલુકા પોલસી રેઇડ પાડી હતી. આ રેઇડ દરમિયાન જુગાર રમતા સંજયભાઇ ગોકળભાઇ હમીરપરા, ભીખાભાલ લખમણભાઇ ગોંડલીયા, મનસુખભાઇ ધરમશીભાઇ માલણીયાત, દિલીપભાઇ ધરમશીભાઇ માલણીયાત, અને લાલજીભાઇ ધનજીભાઇ સાતલીયા (રહે.બધા જેતપર (મચ્છુ)) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેને પગલે પોલીસે તમામના કબ્જામાંથી કુલ રૂ.૫૪૯૦ કબ્જે કરી જુગારધારા કલમ.૧૨ મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!