મોરબી જિલ્લામા કાળમુખ ટ્રકની અડફેટે ભૂતકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આજે વધુ એક યુવાન ટ્રકની અડફેટે મોત ના ખપ્પરમાં હોમાયા ઉપરાંત અપમૃત્યુનો ગોઝારો શીલશિલો પણ અટકવાનું નામ ન લેતો હોય તેમ આજે બે બાળક એક યુવાન સહિત અપમૃત્યુના ચાર બનાવો સામે આવ્યા છે.
મોરબી માળીયા હાઈવે પર આવેલ દાદાશ્રી નગર પાસે રામદેવ હોટેલ સામે કાલમુખા ટ્રકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અજાણયા ટ્રકના ચાલકે પુર પાટ વેગે ટ્રક ચલાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા લખુભાઈ જીવાભાઈ નામના યુવાન ચાલીને જતા હતા તેને ઠોકરે લીધા હતા રાહદારી યુવાનને પાછળની ટ્રકની જોરદાર ઠોકર વાગતા તે જમીન પર પછડાયા હતા. જેને લઈને લખુભાઈને માથામાં કપાળમાં જમાણા પગમા સાથળમાં અને છાતીના ભાગે ઇજા પહોંચી હતી. તથા માથામાં હેમરેજ જેવી ઇજા થતા તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના કૌંટુંબીક ભાઈ પબાભાઈ ભચાભાઈ કાનગડ (ઉ.વ. ૪૯ રહે નગાવલાડીયા ગામ તા- અંજાર જીલ્લો કચ્છ ભુજ) મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અકસ્માત અંગેના અન્ય એક કેસની જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના ઢુવા ગામે નેશનલ હાઇવે ઉપર આવેલ સનબીમ કારખાનામાં છોટા હાથીના ચાલક શૈલેસભાઇ ચતુરભાઇ પંસારા (ઉ.વ. ૨૪ રહે.માનસર તા.જી.મોરબી) એ પોતાનું વાહન પાછળના ભાગે જોયા વગર બેફીકરાઇથી રીવર્સ લેતા પાછળ રમતા દોઢ વર્ષના નિલેશ નામનો બાળક હડફેટે ચડ્યો હતો જેમાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું હતું.આ અકસ્માતને લઈને મૃતકના પિતા સુનિલભાઇ રમેશભાઇ ડામોર (ઉ.વ.૨૭ રહે.ઢુવા ગામ ને.હા.રોડ ઉપર સનબીમ કારખાનામાં)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત અપમૃત્યુ અંગેના કેસની પ્રાથમિક વિગત અનુસાર રાજકોટ ખાતે કોઠારીયા સોલ્વન નજીક આવેક રાધિકા સોસાયટીમાં રહેતા મનોજભાઈ ચંદુભાઈ ઝાલાના પુત્ર રુદ્રને જન્મથી હૃદયમાં નળી સાંકળી હોવાને લીધે લોહીના ટકા ઘટી ગયા હતા અને જેનું ઇન્ફેકશન લાગી જવાથી રુદ્ર નામના આ બાળકનું મોત નિપજ્યું હોવાનું રાજકોટ હોસ્પિટલના ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.
વધુમાં મોરબીના વાવડી રોડ પર આવેલ ભગવતી પાર્કમાં રહેતા કીશનભાઇ હીન્દુભાઇ ખીંટ નામના ૨૫ વર્ષીય યુવાને અકળ કારણોસર કંટાળી જઈ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું હોસ્પિટલમાં જાહરે થયું હતું આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે મૃત્યુની નોંધ કરી મોત પાછળ નું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.