Thursday, April 25, 2024
HomeGujaratટીએમસી સાંસદે જૈન યુવાનો વિરુદ્ધ કરેલી ટિપ્પણીને પગલે મોરબી જૈન સમાજમાં રોષ...

ટીએમસી સાંસદે જૈન યુવાનો વિરુદ્ધ કરેલી ટિપ્પણીને પગલે મોરબી જૈન સમાજમાં રોષ ભભૂકયો

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુવા મોઇત્રાએ તાજેતરમાં સંસદ ભવનમાં જૈન યુવાનો પરિવારથી ચોરી છૂપીથી માંસ ખાતા હોવાની ટિપ્પણી કરતા સમગ્ર જૈન સમાજમાં રોષનો જ્વાળા ભભૂકયો છે. જેને પગલે મોરબી જૈન સમાજ દ્વારા કલેકટરને લેખિત રજુઆત કરી મહિલા સાંસદની ટિપ્પણીને ઉગ્ર શબ્દોમાં વખોડી શબ્દો પાછા લેવા માટે માંગ કરાઈ હતી. જૈન સમાજ અહિંસક અને જીવદયા પ્રેમની ભાવના સાથે જીવન જીવે છે. જે સમાજમાં કંદમૂળ આરોગવા પણ મહાપાપ ગણાય છે ત્યારે TMCનાં સાંસદની નોનવેજ આરોગવા અંગેની ટિપ્પણીને લઈને સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબી જૈન સમાજના અગ્રણીઓ કલેકટરને લેખિત રજુઆત કરી સાંસદને પોતાના શબ્દો પાછા લેવા માટે માંગ કરી છે. નહીંતર આગામી સમયમાં જૈન સમાજ દ્વારા ઉગ્ર આંદોલન અંગે ચીમકી ઉચ્ચારાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!