મોરબી જિલ્લામાં પોલીસે દારૂની બોટલો સાથે જુદા જુદા ત્રણ સ્થળોએથી ચાર આરોપીઓને ઝડપી લઈ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ પર આવેલ રીચ કારખાના પાસેથી બજાજ કંપનીનુ પ્લસર બાઈક રજી નં.GJ-07-BS-0899 કી.રૂ.૩૫,૦૦૦ લઈ શંકાસ્પદ હાલતમાં નીકળેલ વીપુલભાઇ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ ગમારા (ઉ.વ-૨૩ રહે.હાલે-ઉચી માંડલ તા-જી-મોરબી મુળ રહે-નાયકા તા-મુળી જી-સુરેન્દ્રનગર અને લાખાભાઇ ઉર્ફે મનીષભાઇ ખેતાભાઇ લાંબરીયા (ઉ.વ-૧૯ રહે-ઉચી માંડલ તા.મોરબી) ને અટકાવી પોલીસે તલાશી લેતા તેના કબ્જામાંથી ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૦૧ બોટલ નંગ-૮ કિ.રૂ-૩૦૦૦ નો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે બાઈક સહિત રૂ.૩૮,૦૦૦ મુદામાલ કબ્જે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના વધુ એક કેસની વિગત અનુસાર મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ જીનપરા જકાતનાકા નજીક રોડ પરથી ઓલ્ડ મોન્ક એક્સ.એક્સ.એક્સ રમની એક બોટલ કિંમત.રૂ.૩૫૦ના મુદ્દામાલ સાથે આરોપી ઇનાયતભાઇ અયુબભાઇ પીપરવાડીયા (ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.લક્ષ્મીપરા,શેરી નં.૨,વાંકાનેર)ને ઝડપી લીધો હતો.
વધુમાં મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ ન્યુએરા સ્કુલ નજીકથી આરોપી અજયભાઇ રાણાભાઇ વિરડા (ઉ.વ.૨૪ રહે.મોરબી પરસોતમચોક)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી એક બોટલ કિ.રૂ.૩૦૦ સાથે ઝડપી લઇ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.