મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં અગાઉ કરવામાં આવે લૂંટના ગુનામાં એમપીમાં પકડાયેલા આરોપીની મોરબીની કોર્ટમાં મુદત હોવાથી એમપી પોલીસ આરોપીને મોરબી લઈને આવી હતી દરમિયાન તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા આરોપીને કોરોના પોઝિટિવ આવ્યો હતો જેમાં મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે આવેલ પોલીટેકનીક કોલેજની અંદર બનાવવામાં આવેલ કોરોના કેર સેન્ટરની અંદર આ આરોપીને રાખવામાં આવ્યો હતો જેના પર પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો હતો જો કે આજે વહેલી સવારના આ આરોપી ભાગી ગયો હોવાથી હાલમાં જિલ્લા પોલીસ દ્વારા લૂંટના ગુનામાં પકડાયેલા આરોપી નાસી જતાં આરોપી અનિલ સોબતભાઈ બાંભણીયાને પકડવા
નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે આરોપી અનિલ બાંભણીયાએ વર્ષ ૨૦૧૯માં ટંકારા તાલુકામાં લૂંટનો આચાર્યો હતો જેમાં મોરબીની કોર્ટમાં આ લૂંટકેસની તારીખ હોવાથી આરોપીને લઇને એમપીની પોલીસ મોરબી આવી હતી એ દરમ્યાન આરોપી અનિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘૂંટુ સ્થિત કોરોના કેર સેન્ટર ખાતે રાખી એમપીની પોલીસ આરોપીને અનિલને આઈસોલેટ કરી મુકીને જતી રહી હતી ત્યાર બાદ મોરબી પોલીસનો બંદોબસ્ત કોરોના કેર સેન્ટર ખાતે હતો ત્યારે વહેલી સવારે આરોપી પોલીસની નજર ચૂકવી નાસી ગયો છે જેથી મોરબી એસપી એસ આર ઓડેદરાએ જુદી જુદી ટિમો બનાવી આરોપીને દબોચવા કાવાયત હાથ ધરી છે.