મોરબીમાં હાઇવે પર બાવળની વાડમાં છુપાવેલ કેફી પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં પોલીસે એક આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
મોરબીના શોભેશ્વર રોડથી હાઇવે રોડ વચ્ચે આવેલ અવાવરૂ જગ્યાએ બાવળની વાડમાં કેફી પ્રવાહી બાચકા નંગ ૧૦, જેમાં પાંચ લીટરની ક્ષમતાવાળી પ્લા.ની કોથળીઓ નંગ ૬૦માં કુલ કેફી પ્રવાહી પીણુ લીટર ૩૦૦ (કિં.રૂ. ૬૦૦૦) ગેરકાયદે વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. આ મુદામાલને પોલીસે કબ્જે કર્યો છે. તેમજ આરોપી રવી હેમતભાઇ કુવરીયા (ઉ.વ. ૨૪, રહે. ત્રાજપર, હાલ રહે. વાવડી રોડ) સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.









