રાજકોટ સહિત રાજ્યભરમાં ગાંજાનું દુષણ દિવસેને દિવસે વકરી રહ્યું છે ત્યારે ગાંજાના આ દુષણને ડામવા પોલીસ પણ રીતસરની મેદાને ઉતરી હોય તેમ રાજકોટ એસઓજી પોલીસે કારમાં ગાંજાનો જથ્થા ભરી નીકળેલ બે શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેર એસ.ઓ.જી સ્ટાફ પેટ્રોલીંગમા હતો આ દરમિયાન શીતલ પાર્ક રોડ ઉપર આવેલ ટ્રાફીકના ટોઇંગ સ્ટેશન ખાતે વાહન ચેકીંગ કરતા હતા જેમાં અજય બચુભાઇ વાડોદરા (ઉ.વ.૨૯ રહે . ગંજીવાડા શેરી નં ૨૪ ગુરુકૃપા મકાન ભાવનગર રોડ રાજકોટ) અને હીતેશભાઇ કનકભાઇ જાંબુકીયા (ઉ.વ.૨૩ રહે.બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં.૪ ફાયર બ્રીગેડ વાળી શેરી ભાવનગર રોડ રાજકોટ) શંકાસ્પદ હાલતમાં મારૂતી સ્વીફટ કાર નંબર જી.જે.૦૫.જે.એ .૦૨૪૫ લઇને પસાર થતા પોલીસે તલાશી લીધી હતી. જે દરમિયાન કારમાંથી ૧.૮૫૦ કિ. ગ્રામ જેની કીમત રુપીયા ૧૮૫૦૦નો જથ્થો ઝડપાયો હતો જેને લઈને પોલીસે મારૂતી સ્વીફટ કાર નંબર જી.જે.૦૫.જે.એ .૦૨૪૫ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ સહિત કૂલ કિ.રૂ. ૩,૧૮,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની ઘરપકડ અંગેની કાયૅવાહી કોવીડ ટેસ્ટ બાદ કરવામાં આવશે
આ દરમિયાન એસ.ઓ.જી.પીઆઇ આર.વાય.રાવલ પીએસઆઇ એમ.એસ. અંસારી હેડ કોન્સ્ટેબલ મોહીતસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ રણછોડભાઇ આલ સહિતના જોડાયા હતા.