Tuesday, May 7, 2024
HomeGujaratવાંકાનેરમાં શેરીમાંથી બાઈક લઇ લેવાનું કહ્યા બાદ આરોપીએ યુવાનને ધોકાવ્યો

વાંકાનેરમાં શેરીમાંથી બાઈક લઇ લેવાનું કહ્યા બાદ આરોપીએ યુવાનને ધોકાવ્યો

વાંકાનેરના દરબાર ગઢમાં શેરીમાંથી બાઈક લઈ લેવાનું કહ્યા બાદ આરોપીએ યુવાનને ધોકા વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરની દરબાર ગઢ અપસરા શરીમાં રહેતા ધનશ્યામભાઇ કનૈયાલાલ દંગી નામના 45 વર્ષના યુવાન દરબાદગાઢમાં આવેલ હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા આ દરમિયાન તેને પોતાનુ બાઈક મંદિર પાસે શેરીમાં પાર્ક કર્યું હતું જે અનિરૂધ્ધસિંહ ઉર્ફે લોલો ગંભીરસિંહ ઝાલા (રહે-દરબાર ગઢ વાંકાનેર જી-મોરબી)ને ન ગમતા
બાઈક લઇ લેવાનુ કહ્યું હતું જથી હુ દર્શન કરી તરતજ નિકળી જવાનો છુ તેમ ધનશ્યામભાઈએ કહ્યું હતું જેને લઈને અનિરૂધ્ધસિંહ ઉર્ફે લોલો ગંભીરસિંહ ઝાલાએ પિત્તો ગુમાવી ગાળો બોલી તથા માથામા કપાળના ભાગે લાકડીના ઘા ઝીંકતા સાત ટાકા લેવાના વારા આવ્યા હતા. આ અંગે ધનશ્યામભાઇએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!