Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના બે કટકે ગાળો બોલતા ઢીંગલીને અટકાવવા જતા દુકાનદાર પર છરી વડે...

મોરબીના બે કટકે ગાળો બોલતા ઢીંગલીને અટકાવવા જતા દુકાનદાર પર છરી વડે હુમલો કરાયો

મોરબીના નહેરૂ ગેઈટમા આવેલ શાકમાર્કેટ નજીક દુકાન પાસે બે કટકે ગાળો બોલતા ઢીંગલી નામના શખ્સને અટકાવતા ઉશ્કેરાય ગયેલા ઇસમે દુકાનદારને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

નહેરૂ ગેઈટમા આવેલ શાકમાર્કેટ પાસે આવેલ સૈફુદીનભાઈ અબ્દુલહુશૈનભાઈ ભારમલ (ઉ.વ.૬૫ રહે નાની બજાર ત્રીકમરાયના મંદીરની પાસે મોરબી)ની રાજ રેડીમેઈટ નામની દુકાન પાસે

આરોપી હુશૈન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સીપાઈ (રહે મોરબી સીપાઈવાસ) જાહેરમા અપશ્બ્દો બોલતો હતો જેથી દુકાનદારે દુકાન પાસે અપશબ્દો બોલવાની ના પાડતા આરોપી ઢીગલીએ ઉશ્કેરાઈ જઈને જાહેરમા આડેધડ છરી ફેરવતા દુકાનદારને છરકો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે સૈફુદીનભાઈએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!