માળીયા મિયાણાં તાલુકાના વેણાસર ગામેં જુગાર રમતા ચાર પતા પ્રેમીઓને પોલીસે પકડી લઈ કાયદેશનરી કાર્યવાહી કરી હતી.
વેણાસર ગામેં ખાતરીમાં વાળી શેરીમા આવેલ તળાવની પાળ પાસે જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતાં પોલીસે રેઇડ પડી હતી આ દરમિયાન જુગાર રમતા સુરેશભાઇ ચંદુભાઇ રાપુસા, ગગુભાઇ પોલાભાઇ ચાવડા, રમેશભાઇ હરીભાઇ મિયાત્રા,સાજનભાઇ મફાભાઇ ભદારીયા રંગેહાથ ઝડપાયા હતાં. જેને પગલે પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા ૨૮૯૦ નો મૂળમાલ જપ્ત કરી જુગાર ધારા હેઠક કાર્યવાહી હાથ ધરી છે.