Thursday, January 16, 2025
HomeGujaratમોરબી-બગથળા રોડ પર ટ્રેકટરની ટ્રોલીમા બાઈક ઘુસી જતા ચાલકનું મોત

મોરબી-બગથળા રોડ પર ટ્રેકટરની ટ્રોલીમા બાઈક ઘુસી જતા ચાલકનું મોત

બગથળાથી મોરબીને જોડતા માર્ગ પર રોયલ પાર્ક તથા ઇવા કારખાનાની વચ્ચે ટ્રેકટર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો.જેમા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ ગોઝારા અકસ્માતની જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના બિલિયા ગામે રહેતા રાજીવભાઇ રમેશભાઇ સાંણદીયા (ઉ.વ-૩૮) પોતાનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર બાઈક રજી.નં-GJ-10-AG-7331 લઈ જતા હતા આ દરમિયાન પુર પાટ વેગે બાઈક ચલાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક આગળ જતા ટ્રેકટર નંબર-GJ-03-HA-0175 ની ટ્રોલીના પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલક રાજીવભાઇને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થતા તેનું કરુંણ મોત નીપજ્યું હતું.આ અંગે રમેશભાઇ વશરામભાઇ સાંણદીયા (ઉ.વ-૬૫ ધંધો-ખેતી રહે-બીલીયા ગામ)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!