મોરબી તાલુકાના રફાળેશ્વર ગામેં જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા બે શખ્સને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામેં વેલનાથપરામા રેઇડ પાડી જાહેરમાં વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી જુગાર રમતા સંગ્રામભાઇ કેશાભાઇ ચાવડા અને પરસોત્તમભાઇ લાભુભાઇ વરાણીયાને ઝડપી લીધા હતા.તેના કબ્જામાંથી કિં.રૂ.૧૫૦નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.