Monday, November 25, 2024
HomeNewsMorbiમોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં છેતરપીંડી આચરવા માટે નગરપાલિકાના બોગસ સિક્કા બનાવનારની અટકાયત...

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં છેતરપીંડી આચરવા માટે નગરપાલિકાના બોગસ સિક્કા બનાવનારની અટકાયત : આગોતરા જામીન સાથે રજૂ થતા છુટકારો

મોરબીમાં છટકું ગોઠવી સરકારી આવાસ યોજનામાં મકાન અપાવી દેવાની લોભામણી જાહેરાત કરી અને પાલિકાના લેટરપેડ પર ખોટા સ્ટેમ્પ બનાવી રૂપિયા૩,૧૫૦૦૦/- ની છેતરપીંડી આઠ લોકો સાથે આચરી હતી જેમાં પોલીસે જે તે સમયે માસ્તરમાઇન્ડ વિશાલ પંચોલીની ધરપકડ કરી હતી અને બાદમાં અન્ય ગેંગને પકડવા તપાસ કરી આ કૌભાંડ કઈ રીતે કરાયું તેની તપાસ કરતા આ તપાસમાં તેના ઘર અને ઓફિસની જડતી લેવાઈ હતી એ દરમ્યાન પાલિકાના નકલી લેટરપેડ, નકલી સ્ટેમ્પ,મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બોગસ ફોર્મ સહિત ડમી સાહિત્ય જપ્ત જર્યું હતું જેમાં આ ડમી સાહિત્ય બનાવનારની પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને આ ડમી સ્ટેમ્પ બનાવનાર સુરેશ ગૌરીશંકર વ્યાસનું નામ ખુલતા પોલીસે સુરેશની ધરપકડ કરવા કાવાયત હાથ ધરી હતી જો કે આજે સુરેશ આગોતરા જામીન સાથે પોલીસે રજૂ થતા પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી અને અમુક સમય બાદ તેનો છૂટકારો થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!