મોરબી તાલુકાના ખાખરેચી ગામે પરિણીતાને મારવા મજબૂર કરનાર પતિ,સાસુ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મિયાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ભટુભાઇ ઘોઘાભાઇ રાઠોડ (ઉ.વ.૫૦ રહે.બાલંભા તા.જોડીયા જી.જામનગર) ની દીકરી તેજલબેન (ઉ.વ ૨૦)ના લગ્ન ગોપાલભાઇ નવઘણભાઇ કોળી સાથે થયા હતા. લગ્ન બાદ ઘરકામ આવડતુ નથી તેમ કહી પતિ તથા સાસુ સસરાએ ચડામણી કરી અવાર નવાર ઝગડાઓ કરી માનસીક ત્રાસ આપતા હતા. જેથી કંટાળી જઈ તેજલબેને .તા. ૧૦/૦૪/૨૦૨૨ ના રોજ પોતાના રહેણાંક મકાને પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી. આ પ્રકરણમાં મૃતકના પિતા ભટુભાઇ ઘોઘાભાઇ રાઠોડે માળીયા પોલીસ મથકમાં ગોપાલભાઇ નવઘણભાઇ કોળી, નવઘણભાઇ પ્રભુભાઇ કોળી અને વનીતાબેન નવઘણભાઇ કોળી (રહે.બધા ખાખરેચી તા.માળીયા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.