Thursday, January 16, 2025
HomeGujaratખોખરા હનુમાન હરિહર ધામની રામકથામાં કાલે વડાપ્રધાન વરચ્યુલી જોડાશે

ખોખરા હનુમાન હરિહર ધામની રામકથામાં કાલે વડાપ્રધાન વરચ્યુલી જોડાશે

મોરબીના ભરતનગર ખોખર હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતની સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર માઁ કનકેશ્વરીદેવીજી શ્રી રામકથા રસપાન કરાવી રહ્યા છે. આ કથાના અંતિમ દિવસે
આવતીકાલે તા ૧૬ ને શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સવારે વરચ્યુલી જોડાઈ સંબોધન કરશે.

- Advertisement -
- Advertisement -

રામકથામાં દિવસેને દિવસે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે અને હજારો ભક્તો દરરોજ ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. આજે કથાનો આઠમો દિવસ છે. આ કથા દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌ શાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. જે કથાનું આવતી કાલે રંગે, ચંગે, ઉમંગે સમાપન થશે ત્યારે કથાના નવમા અને અંતિમ દિવસે કાલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સવારે ૧૧ વાગ્યાથી સતત ૪૫ મિનીટ સુધી વરચ્યુલી જોડાશે. અને વરચ્યુલી સંબોધન કરશે.અને રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં ખ્યાતનામ ભજનીક કિર્તીદાનગઢવી અને તેનું ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે. આ પ્રસંગે પધારવા ભાવિકોને કથાના મુખ્ય યજમાન અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન તથા હરિહરધામ સેવા સમિતિ ખોખરા હનુમાનના અજયભાઇ લોરીયા દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!