મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને તેની દીકરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે આજે દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી.
આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભાઈ મોદી સાહેબે ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને જીગ્નેશ કૈલા સાથે મોરબીની જૂની યાદોને વગોળી અને મોરબી સાથેની અતૂટ લાગણીને યાદ કરી હતી મોરબીમાં ચાલી રહેલા વિકાસના કામો અને જરૂરી વ્યવસ્થાની ખાસ ચર્ચાઓ કરી હતી મોરબીના મચ્છુ ડેમ માં રહેલા મોરબીવાસીઓના પીવાના અને ખેડૂતોના સિંચાઈના પાણી માટેની પણ પૂછપરછ કરી હતી.આ ઉપરાંત મોરબીના કોરોના બાદની મોરબી વાસીઓનો સ્થિતિ અને કોરોનાની બીજી લ્હેરમાં મોરબીવાસીઓએ કરેલી વિપરીત પરિસ્થિતિ નો તાગ મેળવી મોરબી નું મનોબળ મજબૂત હોવાનું જણાવી મજબૂત મોરબીથી પણ સંબોધન કર્યું હતું.આ સિવાય મોરબીમાં વિદ્યાર્થીઓ તેમજ પાયાની સુવિધાઓ પણ આગામી સમયમાં ક્યાં સ્તરે વિકસી તેની માહિતી મેળવી હતી.
મોરબી ભાજપના કાર્યકરો અને તેના પરિવાર વિશે પણ માહિતી મેળવી હતી અને મોરબીની હાલની ભૌગોલિક અને રાજકીય સ્થિતનો પણ તાગ મેળવ્યો હતો.આ સમયે મોરબી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા ,તેના પતિ અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશ ભાઈ કૈલા અને તેની દીકરી સાથે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખાસ મુલાકાત કરી હતી જેમાં મોરબીના આગામી સમયમાં જરૂરી વિકાસના કામો માટે પણ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અને જીલ્લા અગ્રણી દંપતીએ રજુઆત કરી હતી.