Sunday, April 28, 2024
HomeGujaratવાંકાનેરના રાતાવીરડા ગામે અનાથ દીકરીઓનો લગ્નોત્સવ યોજાશે

વાંકાનેરના રાતાવીરડા ગામે અનાથ દીકરીઓનો લગ્નોત્સવ યોજાશે

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામેં અનાથ દીકરીઓને પરણાવી સમાજને નવો રાહ ચીંધવાના ભાગરૂપે ગામના સરપંચ સહિતનાઓ દ્વારા 11 જેટલી અનાથ દીકરીઓના શાહી લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ એમએલડી ગ્રુપ આયોજિત લગ્નોત્સવ આગામી તા.19ને મંગળવારના રોજ રાતાવીરડા ગામના રામદેવપીર મંદિરને આંગણે યોજાશે.આ અવસરે અનાથ દીકરીઓના સમૂહલગ્નમાં સાધુ સંતો અને કલાકરો ઉપસ્થિત આશીર્વાદ આપશે.આ આયોજનના ભાગરૂપે તા.18ને સોમવારે રાત્રે 8 કલાકે ક્રિષ્ના મ્યુઝિક ગ્રુપ મોરબીથી ભાવેશ ભરવાડ અને તેજસ્વીની બારોટ ગરબાની રમઝટ બોલાવશે. ત્યારબાદ તા.19ને મંગળવારના રોજ હવન, સામૈયું, ફુલેકુ, પ્રસાદ, ફુલવર્ષા અને આશીર્વચન તથા હસ્ત મેળાપ અને વિદાય સમારંભ સહિતના કાર્યક્રમો યોજાશે.આ કાર્યક્રમને સફળ બનાવવા બાબુભાઇ ભરવાડ સહિતના આયોજકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!