Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં મિત્રની કાર રીપેરીંગ બાબતે યુવાનને માર મારી પતાવી દેવાની ધમકી અપાઈ

મોરબીમાં મિત્રની કાર રીપેરીંગ બાબતે યુવાનને માર મારી પતાવી દેવાની ધમકી અપાઈ

મોરબી ખાતે વીશીપરા વિસ્તારમાં મિત્ર પાસેથી ચલાવવા લીધેલ કાર ખરાબ થઈ જતા રીપેરીંગ બાબતે મગજમારી થઇ હતી જેમાં પાંચ ઈસમોએ યુવાન પર હુમલો કરી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વીશીપરા સ્વીડ ફાર્મ સરકારી વાડી વિસ્તારમાં રહેતા હાજીભાઇ ઇશાભાઇ સમાએ હુશેનભાઇ ભચુભાઇ ભટ્ટી (ઉ.વ.૫૧ રહે.મોરબી વીશીપરા સ્વીડ ફાર્મ)ના મિત્ર પાસેથી આશરે છ માસ અગાઉ કાર ચલાવતા રાખી હતી જે ખરાબ થઇ ગઈ હતી આથી કારને પરત આપી દેવા નિર્ણય કર્યો હતો. આ દરમિયાન રીપેર કર્યા બાદ જ કાર આપાઈ તેમ હુશેનભાઇએ જણાવતા આરોપી હાજીએ ઝઘડો કર્યો હતો અને અન્ય આરોપી સદામ હાજીભાઇ સમા, અનવર હાજીભાઇ સમા તથા હાજીનો ત્રીજા નંબરનો જમાઇ કાદર રહે-માળીયા)એ પાઇપ, ધારીયા, તલવાર વડે સાહેદોને માર મારી ઇજા કરી હતી વધુમાં સાહેદ ઇસ્માઇલભાઇ લાખાભાઇને જમણા હાથે ફેકચર જેવી ઇજા કરી ગાળો બોલી હતી. જ્યારે ઇજાગ્રસ્ત હુશેનભાઇ સારવાર અર્થે દવાખાને જતા હતા ત્યારે રોસનબેન હાજીભાઇ સમાએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેને લઈને હુશેનભાઇએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!