Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવાનને બોલાવી ત્રિપુટી કર્યો હુમલો

મોરબીમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવાનને બોલાવી ત્રિપુટી કર્યો હુમલો

મોરબીના વીશીપરા ગુલાબનગર વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીનો હિસાબ કરવા બોલાવી ત્રિપુટીએ યુવાન પર લાકડી ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ મામલે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર પાસે રામનગર સોસાયટીમાં રહેતા જયવીરસિંહ ભરતસિંહ પરમાર (ઉ.વ.૩૪) અને મોરબીના વિધ્યુતનગરમાં રહેતા આરોપી અરવિંદસિંહ જટુભા જાડેજા વચ્ચે અગાઉ રૂપીયાની લેતી દેતી થઇ હતી. જેનો હિસાબ કરવા અંગે જયવીરસિંહને બોલાવી આરોપી અરવિંદસિંહ જટુભા જાડેજા, દાઉદ ઉમર જામ, રાયધન દાઉદ જામેં ઝગડો કર્યો હતો જેમા મામલો બીચકાતા આરોપી ત્રિપુટીએ લાકડી,બેટ, છરી વડે હુમલો કરતા જયવીરસિંહને ડાબા પગે સાથળમા પાછળના ભાગે ઇજા થઈ હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!