Thursday, January 16, 2025
HomeGujaratહળવદના મયુરનગરની સરકારી શાળા પર્યાવરણ પ્રોજેક્ટમાં રાજ્યકક્ષાએ અવલ્લ

હળવદના મયુરનગરની સરકારી શાળા પર્યાવરણ પ્રોજેક્ટમાં રાજ્યકક્ષાએ અવલ્લ

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને વિપ્રો ફાઉન્ડેશનના સહયોગથી અર્થિયાન પર્યાવરણ મિત્ર પ્રોજેકટ ચાલે છે. આ સંસ્થા દ્વારા પર્યાવરણ બચાવવાના હેતુથી બાળકોમાં જાગૃતિ કેળવાય તે માટે રાજ્ય કક્ષાની એક પ્રોજેકટ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં હળવદ તાલુકાના મયુરનગર ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના જૈવ વૈવિધ્ય પરના પ્રોજેક્ટનો પ્રથમ નંબર આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં કલરિંગ, પેસ્ટિંગ અને ચાર્ટ થીમ પર પ્રોજેકટ બનાવી કણઝરિયા મિતલ, જાંબુકિયા રિદ્ધિ અને રાઠોડ સંજનાએ ગુજરાતમાં પહેલો નંબર મેળવી મયુરનગર અને રાયસંગપુર ગામનું ગૌરવ વધાર્યું છે. આ તકે પ્રાથમિક શાળાના આચાર્ય મનુભાઈ હુમલ, માધ્યમિકના શિક્ષક પરમાર અને ઉ.મા. શાળાના આચાર્ય અલ્તાફ ખોરજિયા સર, ડો. મહેશ પટેલ સરના હસ્તે રાજ્યમાં નંબર મેળવનાર ત્રણેય વિદ્યાર્થીનીઓનું ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને વિપ્રો ફાઉન્ડેશન દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સંયોજક સામતભાઈ રાઠોડે વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો નરેન્દ્ર બારિયા અને વિમલ સાગર, જયંતિ શંખેશ્વરીયા સરને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!