Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી પંથકમાં માનસિક અસ્તિર સગીરા પર નરાધમ પિતા-પુત્રે દુષ્કર્મ ગુજાર્યું

મોરબી પંથકમાં માનસિક અસ્તિર સગીરા પર નરાધમ પિતા-પુત્રે દુષ્કર્મ ગુજાર્યું

મોરબીમાં વધુ એક સગીરા કુકર્મનો ભોગ બની હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.મોરબીમાં સીરામીક યુનિટમાં મજૂરી કામ કરતા પરિવારની માનસિક અસ્થિર સગીર પુત્રીનો નરાધમ પિતા પુત્રએ વારંવાર દેહ પિંખ્યો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોરબીમાં લેબર ક્વાર્ટરમાં સાથે રહેતા મૂળ રહે.ગામ કાબરણ તા.ચોટીલા,જી.સુરેન્દ્રનગર પંથકના કમલેશ કરશન વાઘેલા સાથે ભોગબનનાર સગીરાની માતાને બે મહિના અગાઉ આંખો મળી ગઈ હતી ત્યારબાદ પ્રેમ પાંગળતા બન્ને પતિ પત્નીની જેમ સાથે રહેતાં હતાં. જ્યારે આરોપી પુત્ર સુનિલ અને ભોગબનનાર સગીરા બન્ને ભાઈ બહેનની જેમ રહેતા હતા. આ દરમીયના માતાને મારી નાખવાની ધમકી આપી માનસિક અસ્થિર સગીર પુત્રી પર આરોપી પિતા, પુત્રએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે પરિવારજનોને જાણ થતા પરિવારજનોએ સગીરાને હિંમત આપતા તેણીએ પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે મોરબી તાલુકા પોલીસે આરોપી પિતા-પુત્ર કમલેશ કરશન વાઘેલા અને સુનિલ કમલેશ વાઘેલા વિરુદ્ધ બળાત્કાર,પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ તેજ બનાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!