પટેલ યુવાને ઊંચા વ્યાજે ના લીધા હોય બંને શખ્સો વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા યુવાને ફોન રિસીવ ન કરતા પાઇપ અને ધોકા વડે તૂટી પડ્યા. મોરબીના રવાપર રોડ પર રહેતો અને મટિરિયલ સપ્લાય કામ કરતો પટેલ યુવાન ને પંચાસરા રોડ પર અત્યારે બે વ્યાજખોરોએ બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર નિર્માણ સ્કુલ પાછળ સંગત એપાર્ટમેન્ટ માં રહેતો મોહિત રામજીભાઈ જાકાસડીયા નામના પટેલ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં સામાવાળા ભાવેશ હરી બારોટ અને બાબા જીવન જીલરીયા નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ બન્ને શખ્સો પાસેથી અગાઉ તેણે ઊચા વ્યાજે નાણા લીધા હોય વ્યાજ ના પૈસા ન આપી શકતા આ બન્ને શખ્સો રકમની પઠાણી ઉઘરાણી કરી ફોન કરતા હોય યુવાને ફોન નહી ઉપાડતા આ બાબતનો ખાર રાખી યુવાન પંચાસરા રોડ પર હતો ત્યારે અન્ય શખ્સોએ બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં નોંધાવતા હેડ કોસ્ટેબલ એમ એમ દેગામદિયા યે પ્રાથમિક તપાસ હાથ ધરી છે॰