હળવદના માથક ગામે રહેતા યુવતીના પરિજનો એ પોતાની દીકરીને ભગાડી જનાર યુવકના પિતાની અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધાયો છે.
આ બનવાની વિગત મુજબ હળવદના માથક ગામે ટાવર વાળી શેરીમાં રહેતા મહેશભાઈ મગનભાઈ રિબડીયા એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો ભાઈ સાગર એ માથક ગામે જ રહેતા આરોપી મુકેશભાઈ કાળુભાઇ રાવળદેવ ની દીકરીને ભગાડી ને લગ્ન કરી લીધેલ.હોય જે બાબતનો ખાર રાખી ગત તા.૦૬/૦૬ ના રોજ સવારના આઠ વાગ્યા આસપાસ આરોપી મુકેશ અને અન્ય અજાણ્યા ઈસમો દ્વારા ફરિયાદીના પિતા મગનભાઈ (ઉ.વ.૫૦)નું રાયધ્રા ગામના પાટિયા પાસેથી કારમાં બેસાડી લઈ જઈ અપહરણ કરવામાં આવ્યું હતું અને મગનભાઇ ને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.