Monday, November 23, 2026
HomeGujaratપીપળી નજીક એક્ટિવા આડે કૂતરું ઉતરતા અકસ્માત: ચાલકનું મોત, એક ઘાયલ

પીપળી નજીક એક્ટિવા આડે કૂતરું ઉતરતા અકસ્માત: ચાલકનું મોત, એક ઘાયલ

મોરબીના પીપળી ગામ નજીક જેતપર-પીપળી રોડ પર અચાનક કૂતરું એક્ટિવા આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચલાવી રહેલા ગોપાલભાઈ લોદરીયાને કપાળના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ સાથે બેઠેલા ઉમેશભાઈ અદગામાને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે મૃતક યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, ગત તા.૧૬ નવેમ્બરના રોજ ગોપાલભાઈ પીતાંબરભાઈ લોદરીયા ઉવ.૩૩ રહે. ઇન્દિરાનગર ખોડિયાર માતાના ચોક પાસે મોરબી મૂળ રહે.ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા અને ઉમેશભાઈ જગમાલભાઈ અદગામા એક્ટિવા રજી.નં. જીજે-૩૬-બીએ-૯૮૨૧ ઉપર પાવડીયાળી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તા.૧૭ નવેમ્બરના રાત્રિના આશરે એક વાગ્યે પીપળી તરફ જતા રસ્તા પર પ્લોવા ટાઇલ્સના શોરૂમ સામે કાચા રસ્તે અચાનક કૂતરું આડે ઉતરતા એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું.

અકસમાતમાં ગોપાલભાઈને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઉમેશભાઈને માથા અને પડખાના ભાગે સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મૃતકના પિતા પીતાંબરભાઈ લોદરીયાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બીએનએસ કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ મૃતક ગોપાલભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!