આજની નારીઓ રાજનીતિ , અભ્યાસ, તેમજ વ્યવસ્થા જગતમાં હમેશા અગ્રેસર રહી છે જેમાં કલ્પના ચાવડા, કિરણ બેદી જેવિ અનેક નારીઓએ પોતાની આંતરિક શક્તિ ઉજાગર કરીછે ત્યારે મોરબીની નારીની આતંરિક શક્તિ ને ઉજાગર કરવા સૌ પ્રથમ વાર મોરબીમાં ઈન્ડિયન લાયનેસ ક્લબ દ્વારા “વુમન ગોટ ટેલેન્ટ ” અને ” ખાદી ફેશન શો” નું આયોજન કરવામાં આવ્યું સામાન્ય ગૃહિણી નું ટેલેન્ટ બહાર લાવવા સૌપ્રથમ વાર મોરબીમાં ઈન્ડિયન લાયોનેસનો ડંકો વગાડી દીધો એવી નારીઓને ઇન્ડિયન લાયોનેસ ક્લબ તરફથી પ્લેટફોર્મ મળ્યું છે આવું પ્લેટફોર્મ પુરૂં પાડવા માટે તમામ પ્રતિસ્પર્ધીઓ એ દિલથી ઈન્ડિયન લાયોનેસ ક્લબ ના ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.આ આયોજનમાં ખાદી ફેશન શો,ડાન્સ સહિતની અલગ અલગ સ્પર્ધા ઓ યોજાઈ હતી જેમાં નિર્ણાયકો કાયૅ કમના નિણૉયકો રીકલબેન,રુપબેન,હિનાબેન દેવાણી,વાલજીભાઈ દ્વારા વિજેતા જાહેર કરીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચેરમેન ઇન્ડિયન લાયન્સ અક્ષયભાઈ ઠક્કર ,ચીફ પેટૉન ઇન્ડિયન લાયન્સ હિતેશભાઈ પંડ્યા ,ઈમીડીયેટ પાસ્ટ ચેરમેન ઈ.લા આશાબેન પંડિયા ,નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈ.લા શોભનાબેન ઝાલા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા , નગરપાલિકા વાઇસ પ્રેસિડેન્ટ જયરાજસિંહ જાડેજા ,નિલકંઠ વિધાલયન ટ્રસ્ટી જીતુભાઈ વડશોલા ,ભાજપ જીલ્લા પ્રભાવિ મંજુલાબેન દેત્રોજા , ડૉ. હસ્તીબેન મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન લાયોનેસ કલબના પ્રેસિડેન્ટ નયનાબેન બારા ,આઇ ટી પી પ્રતિ બેન દેવાઈ, સેક્રેટરી પુનમબેન હીરાણી ,ઉપર પ્રમુખ મયુરી બેન કોટેચા ,ટેઝરર પુનીતાબેન છૈયા , નેશનલ બોડૅ મેમ્બર પ્રફુલ્લાબેન સોની , સીનીયર કાઉન્સિલર ધ્વનિ બેન મારશેટી,મયુરિબેન અને ડૉ.અમિષાબેન સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.