હાલ આઈપીએલ ક્રિક્રેટની સીઝન ચાલી રહી છે ત્યારે તેના પર સટ્ટો રમતા શખ્સોને રોકવા માટે પોલીસ કાર્યવાહી કરી છે ત્યારે મોરબીના જીઆઈડીસી નજીક પાનની દુકાને સટ્ટો રમતા એલસીબી ટીમે યુવાનને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના જીઆઈડીસીમાં આવેલ પનારા પાનની દુકાન નજીક આરોપી વાસુદેવ ઉર્ફે વાસુ ભરતભાઈ લખતરીયા મુંબઈ અને પંજાબ ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ જોઇને ફોનથી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી આરોપી પંકજભાઈ રતિભાઈ સોરીયા અને મનોજભાઈ પટેલ સાથે સોદા કરી આકડા લખેલ નોટબુક-૧, એક બોલપેન, મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦ તથા રોકડા રૂ.૧૩૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૮૦૦ના મુદામાલ સાથે આરોપી વાસુદેવ લખતરિયાને એલસીબી ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.