હળવદ માં ગેરકાયદેસર ચાલતી ઘોડીપાસાની કલબ પર હળવદ પોલીસે દરોડો પાડીને ઘોડિપાસામાં નસીબ અજમાવતા આઠ શખ્સોની ઝડપી લેવામાં આવ્યા છે.
જેમાં હળવદ પોલીસ ને બાતમી મળી હતી કે હળવડની કન્યા છાત્રાલય ની બાજુમાં આવેલ વિશ્વા પાર્ક સોસાયટીમાં ઘોડી પાસાની કલબ ચાલુ છે જેથી પોલીસે ઉપરોક્ત સરનામે આવેલ હસમુખભાઈ ખીમજીભાઈ ચાવડા (ઉ.વ.૩૧) વાળાના મકાનમાં દરોડો પાડવામાં આવતા ઘોડી પાસાનો જુગાર રમતા આઠ શખ્સો હસમુખભાઈ ખીમજીભાઈ ચાવડા (ઉ.વ.૩૧ રહે.વિશ્વા પાર્ક હળવદ), શામજીભાઈ ઉર્ફે ભીખો ભાવજીભાઈ ભીખડીયા (ઉ.વ.૩૨ રહે.સમથેરવા તા.વાંકાનેર),મુસ્તુફા સબીરભાઈ નોકર (ઉ.વ.૨૪ રહે.વોરાવાડ નવાપરા રોડ વાંકાનેર), અલ્પેશ ઉર્ફે અપ્પુ વજાભાઇ ભરવાડ (ઉ.વ.૩૪ રહે.કુંભારપરા હળવદ), વિકિન ઉર્ફે વિકી જશુભાઈ શાહ (ઉ.વ.૩૩ રહે.લક્ષ્મીલોજ પાછળ હળવદ),રણછોડભાઈ મેહુલભાઈ મૂંધવા (ઉ.વ.૨૬ રહે.વાંકાનેર), મેહુલ રમણિકભાઈ ગોઠી (ઉ.વ.૨૬ કણબીપરા હળવદ) અને નિલેશ રમણીકભાઈ ગોઠી (ઉ.વ.૨૬ કણબીપરા હળવદ) વાળા આઠ શખ્સોને રોકડ રકમ રૂ.૧,૨૭,૭૩૦ અને ઘોડી પાસા નંગ ૨ તથા ચાર નંગ મોબાઈલ જેની કી. રૂ.૨૫૫૦૦ મળી કુલ રૂ.૧,૫૩,૨૩૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરોક્ત સફળ કામગીરીમાં હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.વી.પટેલ, એએસઆઈ સી એસ કડવાતર, દેવન્દ્રસિંહ ઝાલા, રામદાન ટાપરીયા, બીપીનભાઈ પરમાર, ગંભીરસિંહ ચૌહાણ અને દીપકસીંહ દશરથસિંહ સહિતના જોડાયા હતા.