મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી કોરોના માથું ઊંચકી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે મોરબી ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે કોરોના ના કેસ નોંધાયા છે.
જેમાં મોરબી તાલુકાના 57 વર્ષ ના મહિલાનો કે જેઓ તાજેતરમાં જ અયોધ્યા અને વારાણસી ની જાત્રા કરીને આવ્યા છે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને અન્ય એક 44 વર્ષ ના પુરુષ જેઓ તાજેતરમાં આણંદ જઈને આવ્યા છે તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે અને બંને દર્દીઓએ કોરોના રસી ના બંને ડોઝ લીધેલ છે તેમજ બંને દર્દી ની તબિયત સારી હોઈ હાલ હોમ આઇશોલેશન માં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે જેથી મોરબી જિલ્લામાં હવે કુલ પાંચ એક્ટિવ કેસ થયા છે.