મોરબીમાં ગઈકાલે રાત્રીના સમયે ફરિયાદી ધ્રુવકુમાર સુરેશભાઈ કાંજીયા (ઉ.વ.૨૨ રહે ઉમિયા સર્કલ પાસે ગોકુળ મથુરા સોસાયટી) વાળા વેપારી ગોડાઉન થી પોતાનું બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઇ.કોલેજ રોડ પર અગનેશ્વર મહાદેવ ના મંદિર પાસે બે અજાણ્યા ઈસમોએ કાળા કલરનું અને બ્લુ ટાંકી વાળું બુલેટ મોટરસાઇકલ લઈને આવ્યા અને વેપારીને કોઈ પ્રકારે બાઇક ઉભું રખાવી વેપારીએ ગળામાં પહેરેલ પોણા તોલાનો અને રૂ ૩૫,૦૦૦ ની કિંમત નો સોનાનો ચેન આંચકો મારી ઝુંટવી ને બન્ને અજાણ્યા શખ્સો બુલેટ લઈને ભાગી છૂટ્યા હતા.
જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત ફરિયાદને આધારે આ ચિલઝડપ કરનાર શખ્સોને ઝડપી પાડવા સીસીટીવી ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.