હળવદના પાંડાતીરથ ગામે નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને ત્રણ શખ્સોએ મહિલા સહિત બે વ્યક્તિપર હુમલો કર્યો હતો.
જેમાં હળવદના પાંડાતીરથ ગામે રહેતા રમેશભાઈ લીલુંભાઈ ડાભી (ઉ.વ.૪૦ ધંધો ખેતી) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના જ ગામ માં રહેતા આરોપીઓ હસમુખભાઈ કુકાભાઈ ડાભી,ગોવિંદભાઈ ભુદરભાઈ ડાભી અને મહેશભાઈ શંકરભાઇ ડાભી વાળાને ફરિયાદીએ ઘરેથી જવાનું કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો હતો જેમાં આરોપી હસમુખભાઈ એ ગાળો આપીને ધોકા વડે અને આરોપી ગોવિંદભાઈ એ લોખન્ડના પાઇપ વડે ફરિયાદીના કપાળ ના ભાગે ઘા મારતા પાંચ ટાંકા આવ્યા હતા અને આરોપી હસમુખભાઈ અને મહેશભાઈ એ ધોકા વડે પીઠ અને હાથ ના ભાગે તેમજ અન્ય એક મહિલા બીજરાબેન ને પણ પીઠ ના ભાગે ધોકા મારી મૂંઢ માર મારેલ હતો જે બાબતે હળવદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.