મોરબીના રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટી બોર્ડ નામના પ્લાયવુડ ના કારખાનામાં લોડર ચાલકે રિવર્સ લેતી વખતે ત્યાંજ મજૂરી કામ કરતા ભુરીબેન (ઉ.વ.૨૨) તથા રાધિકાબેન નામના બે મહિલાઓને હડફેટે લેતા તેમના રાધિકાબેનને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું અને ભુરીબેન નામની મહિલા હાલ સારવાર હેઠળ છે જેથી આ બાબતે ભુરીબેન ના પતિ દીપકભાઈ માંગીલાલ પારધી એ મોરબી તાલુકા પોલીસ મથકમાં લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.