મોરબી શહેરના જેલ રોડ પર આવેલ વજેપર શેરી નં ૦૯ માં ભાડાના મકાનમાં રહેતા રાજેશકુમાર લાડુરામ પુનિયા (ઉ.વ. ૪૦ મુ.રહે.પુનિયાની ઢાણી રાજસ્થાન) વાળાનો મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જે બાબતે મૃતક ના ભાઈ મુકેશભાઈ લાડુરામ પુનિયા એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે બનાવની નોધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.