અગાઉ પણ સફાઈ કામદારો નવ દિવસ હળવદ નગરપાલિકા સામે ઉપવાસ પર બેઠા હતા જ્યારે ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું પરંતુ તે સમાધાન ફારસરૂપ સાબિત થયું હતું અને સમાધાન ની શરતો પર કોઈ અમલ કરવામાં આવ્યો ન હતો જે સમધાનને પણ ૧ મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતાં સુવર્ણ કામદારો પાસેથી હજુ પણ નિયમ મુજબ કામ લેવાતું નથી.
જેમાં આજે સફાઈ કામદારો દ્વારા હળવદ નગરપાલિકા સામે સફાઈ કામદારોઓ એ કાળી પટ્ટી બાંધી ૧ દીવસ કામ થી અળગા રહી અને કચેરી સામે રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં યોગ્ય કામગીરી નહીં થાય અને આવી જ રીતે ભેદભાવ રાખવામાં આવશે તો ઉગ્ર આંદોલન ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.