અયોધ્યાપુરી રોડ ઉપર એસટીની વોલ્વો બસ બંધ પડી જતા ભરચચક વિસ્તારમાં ટ્રાફિકજામમાં ભારે દેકારો
મોરબી એસટી ડેપો એટલી હદે કથળી ગયું છે કે એની ખખડધજ બસોને કારણે એક નવું સ્લોગન નીકળ્યું છે જેમાં એસટી અમારી બંધ પડી જાય તો જવાબદારી તમારીની જેમ આજે અયોધ્યાપુરી પુરી મેઈન રોડ જેવા ભરચકક વિસ્તારમાં વોલ્વો એસટી અચાનક બંધ પડી જતા વાહન વ્યહવાર ખોરવાઈ ગયો હતો. 24 કલાક ધમધમતા વિસ્તારમાં રોડ વચ્ચે એસટી પડી રહેવાથી ટ્રાફિકજામ થવાથી વાહનચાલકોમાં દેકારો મચી ગયો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર દરરોજ એસટી બસોનું આવાગમન થાય છે. દરમિયાન આજે બપોરે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર એક એસટી બસ એટલે વોલ્વો જેવી અદ્યતન બસ બંધ પડી જતા મુસાફરો તો અધવચ્ચે લટકી પડ્યા હતા. પણ આ રોડ ઉપર અનેક એસટી બસ અવરજવર કરતી હોવાથી આ વોલ્વો બસ રોડની વચ્ચોવચ ફસાઈ જવાથી બીજી અનેક એસટી બસો આપોઆપ રૂક ગઈ હતી. તેમજ ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો.
બંધ પડેલી એસટી બસના ડ્રાઇવર અને કંડકટરે પણ ઉડાવ જવાબ આપ્યો હતો, આ બસ ટોઇગ કરવી કે ક્યારે એસટી બસ સ્ટેન્ડ ખસેડાશે તે અંગે વાહિયાત જવાબ અલ્ટા એસટીના અન્ય રૂટ કન્ફ્યુઝ થવાની સાથે ભારે ટ્રાફિકજામ થયો હતો