મોરબી: મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના પંચાસર ગામે રામજીમંદીર પાસે જાહેર માં જુગાર રમતા સાત ઇસમોને રૂ.૩૨,૧૭૦ રોકડ સાથે પકડી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો મોરબી તાલુકા વિસ્તાર માં પ્રેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસે પંચાસર ગામે રામજી મંદિર પાસે પહોંયતા સાત ઈસમો જુગાર રમતા મળી આવ્યા હતા. જેમાં આરોપીઓ મનસુખભાઇ શીવજીભાઇ કાનાણી, ભરતસિંહ ગણુંભા ઝાલા, ગનીભાઈ મામદભાઈ ઓડિયા, ગોપાલભાઈ હરીશભાઈ જોશી, ભુપેન્દ્રસીંહ વજુભા ઝાલા, ગંભીરસીહ સુરૂભા ઝાલા, વિક્રમસીહ કેશુભા ઝાલાને રોકડ રૂ ૩૨,૧૭૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.