પાડોશમાં રહેતા બે ભાઈઓએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
મોરબી: મોરબીના જેલ રોડ ઉપર આવેલ વિસ્તારમાં ઘર પાસે કચરો નાખવા મામલે પાલિકાના કર્મી અને તેના પાડોશીઓ વચ્ચે બબાલ થયા બાદ ઉશ્કેરાયેલા પાડોશમાં રહેતા બે ભાઈઓએ નગરપાલિકાના કર્મી ઉપર હુમલો કર્યો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ફરીયાદી અરૂણભાઇ ભીખાભાઇ પરમાર ઉ.વ ૫૨ ધંધો નગરપાલિકા માં નોકરી રહે મોરબી સબજેલ સામે વજેપર શેરી નં-૬ વાળાએ આરોપીઓ ભાવેશ પ્રભુભાઇ વાઘેલા, મનિષ પ્રભુભાઇ વાઘેલા રહે બન્ને મોરબી સબજેલ સામે વજેપર શેરી નં-૬ વાળાઓ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ હતું કે, ફરિયાદીને આરોપીએ પોતાના ઘર પાસે તમે લોકો કેમ કચરો નાંખો છો, તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદીએ ગાળો બોલવાની ના પડતા ઉશ્કેરાઇ જઇ આરોપીએ ઢીકાપટુનો મારમારી તેમજ આરોપીએ ધોકાવતી ફરિયાદી ને ડાબા હાથની કોણી પર એક ઘા મારી મુંઢ ઈજા કરી જાનથી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.